નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર CAA પ્રદર્શનોનો સાયો તોળાઈ રહ્યો છે. એવો અંદેશો છે કે CAA વિરોધીઓ સુરક્ષા ઘેરો તોડીને વિરોધ કરી શકે છે. આ અંગે ગૃહ મંત્રાલયે અર્ધસૈનિક દળો અને ગુપ્તચર એજન્સીઓને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવાયું છે કે મુસ્લિમ કટ્ટરપંથીઓ ભાવનાને ભડકાવી રહ્યાં છે. ગૃહ મંત્રાલય તરફથી લખવામાં આવેલા આ પત્રમાં કહેવાયું છે કે CAA અને NRCના મુદ્દે ઉક્સાવવામાં આવી રહ્યાં છે. સંવેદનશીલ મામલે કટ્ટરપંથી તાકાતો ભાવનાઓ ભડકાવી રહી છે. દેશવિરોધી તાકાતો સરકાર વિરોધી ભાવનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં પ્રદર્શન અને હિંસાના અહેવાલો મળી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં સોશિયલ મીડિયા પર આપત્તિજનક સંદેશાઓમાં વધારો થયો છે. પીએમ મોદીને ધમકીભર્યા પત્રો મોકલવામાં આવી રહ્યાં છે. જે વડાપ્રધાન, અન્ય ગણમાન્ય વ્યક્તિઓ વિરુદ્ધ જોખમની ગંભીરતા દર્શાવે છે. 


આ VIDEO પણ ખાસ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...